Nasser Munjee

Nasser Munjee

નાસર મુંજી

ચેરમેન,​ ઈન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર

શ્રીમાન નાસર મુંજી એ એચડીએફસી માં 20 વર્ષથી વધુ સમય સુધી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સહિત વિવિધ હોદ્દાઓ પર સેવા આપી છે. તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાયનાન્સ કંપની લિ. ના માર્ચ 2004 સુધી મેનેજિંગ ડિરેક્ટર હતા. તેઓ જૂન 2005થી ઑગસ્ટ 2021 સુધી ડીસીબી બેંક લિમિટેડ ના ચેરમેન હતા અને વિવિધ બહુરાષ્ટ્રીય કંપનીઓ અને ટ્રસ્ટના બોર્ડમાં પણ છે. શ્રી મુંજીને ગ્રામીણ વિકાસ, હાઉસિંગ ફાઇનાન્સ, શહેરી મુદ્દાઓ, માળખાગત સુવિધાઓ અને માનવતાવાદી કાર્યોમાં ઊંડો રસ છે. તેઓ વિશ્વ બેંકના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાઇઝરી ફંડમાં ટેકનિકલ સલાહકાર હતા. શ્રી મુંજીને એશિયન સેન્ટર ફોર કોર્પોરેટ ગવર્નન્સ એન્ડ સસ્ટેનેબિલિટી દ્વારા શ્રેષ્ઠ ઈન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તેમને સ્વિટ્ઝર્લૅન્ડ માં હોરાસિસ દ્વારા 2014નો ઇન્ડિયન બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી મુંજીએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, યુકેમાંથી સ્નાતક અને માસ્ટર ડિગ્રી મેળવી છે.

પાછા જાઓ